નિયમો
- આ સ્પર્ધા ફક્ત ભારતીય નિવાસીઓ માટે જ છે.
- તમને તમારી ટીમ બનાવવા માટે 1,200 પૉઇન્ટનું બજેટ આપવામાં આવે છે.
- દરેક ટીમ પાસે 11 ખેલાડીઓ હોવા જરૂરી છે.
- દરેક ખેલાડીની એક કિંમત હોય છે અને તમારી ટીમમાં રહેલ ખેલાડીઓની કુલ કિંમત 1,200 પૉઇન્ટના બજેટ કરતાં વધુ થવી જોઈએ નહીં.
- તમે પસંદ કરેલ ટીમમાં આ હોવા જરૂરી છે:
4-5 બેટ્સમેન2-4 બૉલર્સ2-4 ઑલરાઉન્ડર્સ1 વિકેટકીપર
- તમને ફેરબદલ કરવા માટે 30 વધારાના ખેલાડીઓ આપવામાં આવશે જેનો ઉપયોગ તમે નોકઆઉટ મેચ સહિત સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કરી શકો છો
- તમારા દ્વારા બનાવાયેલ પ્રારંભિક ટીમ, ફેરબદલ માટેના ખેલાડીઓમાં ઘટાડો કરતી નથી. તમારી પ્રથમ માન્ય ટીમ બની ગયાં પછી થયેલા કોઈપણ ફેરફારોથી બાકી રહેલા ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો થશે.
- બધા ફેરબદલીના ખેલાડીઓને તે દિવસની મેચની શરૂઆતની 1 મિનિટ પહેલાં તૈયાર કરવાના રહેશે.
- મેચ દરમિયાન તમે તમારી ટીમમાં ફેરફાર કરી નહીં શકો. મેચ દરમિયાન તમારી ટીમમાં થયેલા કોઈપણ ફેરફારો મેચ સમાપ્ત થયા પછી જ લાગુ થશે.
- 11 ખેલાડીની દરેક ટીમનો એક કૅપ્ટન હોવો જરૂરી છે.
- કૅપ્ટનને મેચમાં પોતાના પ્રદર્શન માટે બમણા પૉઇન્ટ્સ (હકારાત્મક અથવા નકારાત્મક) મળે છે.
- તમે દરેક મેચની પહેલાં તમારા કૅપ્ટનને બદલી શકો છો અને ટીમના 11 ખેલાડીઓમાંથી કોઈપણ ખેલાડીને કૅપ્ટન બનાવી શકો છો. કૅપ્ટન બદલવાના કારણે ફેરબદલ માટેના ખેલાડીઓમાં કોઈ ફેરફાર થતો નથી.
- દરરોજની 3 શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને દરરોજ ઇનામ આપવામાં આવે છે અને આખી ટૂર્નામેન્ટમાં 3 સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને એકંદરે ઇનામ આપવામાં આવે છે.
- ટાઈ થવાની સ્થિતિમાં, નીચે આપેલા ટાઇ-બ્રેકરનો ઉપયોગ આ ચોક્ક્સ ક્રમમાં કરવામાં આવશે:
- સૌથી પહેલાં જોવામાં આવશે કે કયા સહભાગીએ સૌથી ઓછા પૉઇન્ટનો ઉપયોગ કરીને ટીમ બનાવી છે
- ત્યાર પછી એ જોવામાં આવશે કે કયા સહભાગીએ સૌથી ઓછા ફેરબદલ કરીને ટીમ બનાવી છે
- ત્યાર પછી એ જોવામાં આવશે કે કયા સહભાગીએ સમય અનુસાર સૌથી પહેલા ટીમ બનાવી છે (ટીમ સેવ કરવાની દૃષ્ટિએ)
- ત્યાર પછી પણ ટાઈ યથાવત્ રહેવાની સ્થિતિમાં, વિજેતા ઘોષિત કરવા માટે રેન્ડમ પિકરનો ઉપયોગ કરવામાં આવશે